આમેરનો કિલ્લો એ ભારતના
રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી ૧૧ કિમી દૂર આવેલો છે. આજના જયપુરમાં રાજધાની
સ્થળાંતરીત થઈ તે પહેલાં આ શહેર કચવાહા વંશના રાજાની રાજધાની હતું. આમેરનો કિલ્લો
તેની કલાત્મક શૈલી, હિંદુ અને
મુસ્લિમ કળા તત્વોનો સંગમ અને તેની વૈભવશાળી અને નવાઈ પમાડતી કલાત્મકતા માટે
જાણીતો છે.
આમેર નો કિલ્લો મૂળતો
મીણાઓ દ્વારા તેમની કુળ દેવી અંબામાના નામે તેમના દ્વારા સ્થાપિત શહેર આમેરમાં
બંધાવવામાં આવ્યો હતો. અંબામાને તેઓ ઘટ્ટા રાની અર્થાત ઘાટની રાણી નામે ઓળખતા.
હાલમાં વિહરમાન કિલ્લો આગાઉના ખંડેર બનેલા માળખા પર રાજા માન સિંહ (અકબરના
સેનાપતિ- નવરત્નોમાંના એક) દ્વારા ૧૫૯૨માં બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ જય સિંહ
પહેલાએ તેને ફરી બંધાવ્યો. ત્યારથી લઈને, જ્યાં સુધી સવાઇ જયસિંહ બીજાનાં સમય દરમ્યાન
કચવાહાઓએ પોતાની રાજધાની જયપુર ના ખસેડી, ત્યાં સુધીનાં ૧૫૦ વર્ષનાં ગાળામાં આવેલા વિવિધ
શાસકોએ આમેરમાં અનેક પરિવર્તનો કર્યાં.
આમેરના કિલ્લા તરીકે
ઓળખાતું માળખું શરૂઆતમાં એક મહેલ સંકુલ હતો. તે શરૂઆતના આમેરના કિલ્લામાં હતો જેને
આજે જયગઢનો કિલ્લો કહે છે. કોટકિલ્લાથી સુસજ્જ એવા ગલિયારાથી આમેર સાથે જોડાયેલ, જયગઢ કિલ્લો આમેર
સંકુલની ઉપર એક ટેકરી પર આવેલ છે, અને લાલ રેતીયા (બલુઆ) પથ્થર અને આરસથી બનેલ છે. તે માઓથા
તળાવની સન્મુખ આવેલ છે અને કચવાહા રાજાઓના ખજાના ભંડાર હતો.
સૌજન્ય : wikipedia