પર્યાવરણ વિશે આપણે ઘણું
જાણીએ છીએ. તેના શુધ્ધિકરણની વાતો લગભગ દરરોજ સાંભળવા મળે પરંતુ પર્યાવરણ એટલે શું અને તેમાં કઈ કઈ
બાબતોનો સમાવેશ થાય તે જાણો છો ?
બ્રહ્માંડમાં
માત્ર પૃથ્વી પર
હવા, વાતાવરણ,
પાણી, જમીન,
અને સજીવ સૃષ્ટિ
છે. પૃથ્વીના ત્રણ આવરણ છે.
જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. આ ત્રણે આવરણો એટલે
પર્યાવરણ.
જલાવરણ એટલે સમુદ્રો, નદીઓ, તળાવ અને હિમશિખરો. વરસાદ પૃથ્વી પરનું જળચક્ર સતત ફરતું રાખે છે. વાતાવરણ એટલે હવા અને તેમાંના વાયુઓ. તેમાં રહેલો ઓક્સિજન સજીવ સૃષ્ટિનો પ્રાણ છે.
મૃદાવરણ એટલે જમીન સપાટીથી ૩૩ કિલોમીટરની ઉંડાઈ સુધીની જમીન નરમ પોપડો છે. તેમાં નાના મોટા અળશિયા જેવા જીવજંતુઓ અને બેક્ટેરિયા રહે છે. તેમાં જ વનસ્પતિના વીજ અંકુરિત થઈ વૃક્ષો ઊગે છે. અને ખેતી થાય છે.

પર્યાવરણમાં એક ચોથું આવરણ પણ છે તેને જીવાવરણ કહે છે. તેમાં માણસ સહિત તમામ
સજીવોનો સમાવેશ થાય છે. આપણે આ આવરણનો ભાગ છીએ.
પૃથ્વીને શક્તિ પુરી પાડનાર
સૂર્ય છે. માણસો અને પ્રાણીઓ મૃદાવરણમાં રહે છે,
જળચરો જળાવરણમાં રહે છે ? એટલે આ બધા આવરણોનો સમૂહ પર્યાવરણ શુધ્ધ
રહે તો જ સજીવ સૃષ્ટિનો વિકાસ
સારી રીતે થાય અને જીવન સરળતાથી ચાલે.
સૌજન્ય : gujaratsamachar