દર્દી પર ઓપરેશન કરતી
વખતે તેને પીડા ન થાય તે માટે કલોરોફોર્મ સુંઘાડીને બેભાન કરવામાં આવે છે. ઓપરેશન દરમિયાન થતી
વાઢકાય પીડાદાયક હોય છે. દર્દી ભાનમાં
હોય તો ધમપછાડા
કરી અને વાઢકાપ જોઈને ભયભીત થઈ જાય એટલે તેને બેભાન કરવો જરૂરી છે.
અગાઉના જમાનામાં દર્દીને બે ભાન કર્યા વિના જ ઓપરેશન થતાં અને તેને કારણે ઘણા દર્દી મૃત્યુ પામતા. જેમ્સ સિમ્પ્સન નામના વિજ્ઞાનીએ કલોરોફોર્મના ઉપયોગની શોધ કરી. ત્યાર બાદ ઓપરેશનમાં સરળતા થઈ. આજે દર્દીને ઇચ્છિત સમય સુધી બેભાન રાખવાની ઘણી પધ્ધતિ વિકાસી છે. ઓપરેશન કરતાં પહેલા દર્દીને ખાસ તાલીમ પામેલા એનેસ્થેટિક દ્વારા બેભાન કરાય છે.

જેમ્સ સિમ્પ્સનનો જન્મ
ઇ.સ.૧૮૧૧ના જૂનની સાત તારીખે સ્કોટલેન્ડના બાથગેટ ગામે થયો હતો. તેના પિતા રોયલ બેન્કમાં
એકાઉન્ટન્ટ હતા. સમૃધ્ધ પરિવારમાં
જન્મેલા જેમ્સનને ૧૪ વર્ષની ઉંમરે જ એડિનબર્ગ
યુનિવર્સિટીમાં દાખલ
કરાયેલો. ઇ.સ.૧૮૩૨
માં શિક્ષણ પુલો કર્યા પછી ત્યાં જ પ્રોફેસર તરીકે જોડાયો હતો. સૌથી નાની ઉંમરે પ્રોફેસર
બનેલો. માત્ર ૧૮ વર્ષની ઉમરે તે
ડોક્ટર બનેલો.
જેમ્સ સિમ્પ્સન વિદ્વાન હતો. હંમેશા શિક્ષિત વર્ગથી ઘેરાયેલો રહેતો. ઇ.સ.૧૮૪૭માં તેણે
કલોરોફોર્મ સુંઘવાની કામચલાઉ બેભાન થાય
તેવી શોધ કરી.
કલોરોફોર્મનો પ્રયોગ પ્રથમ તેણે પોતાની જાત પર જ કરેલો અને બાર કલાક બેભાન રહેલો. ઇ.સ.૧૮૭૦ના મે
માસની છઠ્ઠી તારીખે તેનું અવસાન
થયેલું જીવનઉપયોગી
શોધ કરીને તે સુપ્રસિદ્ધ બનેલો. ઇગ્લેન્ડમાં તેના ઘણા સ્મારકો છે.
સૌજન્ય
: gujaratsamachar