પશ્ચિમ ઘાટ કે જેને
સહ્યાદ્રી પર્વતમાળા તરીકે પણ ઓળખાય છે, તે ભારતના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલ એક
પર્વતમાળા છે. આ પર્વત માળા ઉત્તરથી દક્ષિણ દખ્ખણના ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ તરફ
આવેલી છે અને તે ઉચ્ચ પ્રદેશ અને પાતળા પશ્ચિમ કિનારાના મેદાનને છૂટા પાડે છે.
પશ્ચિમ ઘાટ દખ્ખણના ઉચ્ચપ્રદેશ તરફ જતા વરસાદને રોકી દે છે. આ પર્વતમાળા તાપી
નદીની દક્ષિણ તરફ, મહારાષ્ટ્ર અને
ગુજરાતના સીમા વર્તી ક્ષેત્રોથી શરૂ થાય છે. અને લગભગ ૧૬૦૦ કિમી લાંબી છે જે
મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક તમિલનાડુ
અને કેરળ સુધી વિસ્તરે છે અને આનો અંત કન્યાકુમારી ભારતના સૌથી દક્ષિણ છેડા, પર થાય છે.
પશ્ચિમ ઘાટનો ૬૦% ભાગ કર્ણાટકમાં આવેલો છે.
આ પર્વતમાળા ૧,૬૦,૦૦૦ ચો. કિમી.
જેટલું ક્ષેત્ર રોકે છે અને તે ભારતના ૪૦% પાણી નદીમાં નીતારણ કરનાર જળગ્રાહી
ક્ષેત્ર રચે છે.આની સરેરાશ ઊંચાઈ ૧૨૦૦ મી છે. આ ક્ષેત્ર વિશ્વના સૌથી વધુ દસ
સક્રીય જૈવીક વિવિધતા પૂર્ણ ક્ષેત્રમાંનું એક છે. અહીં ૫૦૦૦થી વધુ પ્રજાતિની
સપુષ્પ વનસ્પતિ ,૧૩૯ સસ્તન
પ્રાણીઓની પ્રજાતિ, ૫૦૮ પક્ષી
પ્રજાતિઓ અને ૧૭૯ દ્વીચર પ્રાણીઓની પ્રજાતિ વસે છે. તેમાંથી ૩૨૫ પ્રજાતિઓ તો
ભયગ્રસ્ત જાહેર કરાઈ છે.
સૌજન્ય : wikipedia