Republic Day - 2019

30 December 2018

સમુદ્રમાં તરતું સોનું: એમ્બરગ્રીઝ



જમીનમાંથી ખનીજ સ્વરૂપે સોનું, હીરા અને ચાંદી જેવા કીમતી પદાર્થો મળે, દરિયામાં સાચા મોતી મળે છે.

દરિયામાં જતાં જળચરોના શરીરમાં ઘણા કીમતી પદાર્થ બનતા હોય છે. એમ્બરગ્રીઝ પણ આવો જ કીમતી પદાર્થ છે. દરિયાની સપાટી પર તે તરતો જોવા મળે છે.
કદાવર વ્હેલ દરિયામાંથી જે મળે તે પેટમાં પધરાવે. જહાજનો ભૂકો બોલાવી ફર્નિચર અને રાસરચીલા સાથે ગળી જાય. વ્હેલને આ બધું પચે નહીં એટલે ઉલટી કરીને બહાર કાઢે તેની સાથે તેના પેટમાંથી વધારાના કેટલાક દ્રવ્યો પણ બહાર આવે.

સ્પર્મ વ્હેલ ઉલટી કરે ત્યારે મીણ જેવો નરમ અને સોનેરી પદાર્થ બહાર આવે છે. આ પદાર્થને એમ્બર કહે છે. દરિયામાં એમ્બરના ગઠ્ઠા તરતા જોવા મળે. જાણકાર નાવિકો તેને ઓળખી શકે. પણ નસીબદાર હોય તેને જ તે જોવા મળે.
એમ્બરનો ઉપયોગ મોંઘા અત્તર અને કેટલીક દવાઓ બનાવવામાં છે. સ્પર્મ વ્હેલ ઉલટી કરે ત્યારે ચેમ્બર કાળું હોય છે પણ વર્ષો સુધી દરિયામાં તરતું રહે અને ખારા પાણીથી ધોવાઈને તે તેજસ્વી પીળા રંગનું બને છે. તે અતિ સુગંધીદાર હોય છે. તે ભાગ્યે જ મળી આવતો પદાર્થ છે. અને દરિયામાં તરતું સોનુ કહેવાય છે.

સૌજન્ય : gujaratsamachar