ચામાચિડિયા કાળા રંગના નિશાચર
પ્રાણી છે. તે ભૂતપ્રેતની વાતો સાથે સંકળાયેલા બિહામણાં પ્રાણી છે. તે સસ્તન હોવા છતાં ય ઉડી શકે
છે. સમગ્ર વિશ્વમાં ચામાચિડિયા
જોવા મળે. તેની
નાની મોટી અનેક જાત છે.
ચામાચિડિયા દિવસભર ઝાડની ડાળી પર ઊંધા લટકીને સૂઈ રહે છે. રાત્રે ખોરાકની
શોધમાં ઉડાઉડ કરે છે.
તેની દ્રષ્ટિ તીવ્ર હોય છે. ઉપરાંત અલ્ટ્રાસાઉન્ડ પ્રસારિત કરીને મચ્છર જેવા જંતુઓનું સ્થાન જાણી શકે છે.
તેની દ્રષ્ટિ તીવ્ર હોય છે. ઉપરાંત અલ્ટ્રાસાઉન્ડ પ્રસારિત કરીને મચ્છર જેવા જંતુઓનું સ્થાન જાણી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં
જોવા મળતાં મેગા
બેટ સૌથી મોટા છે.દોઢ ફૂટ લાંબા આ ચામાચિડિયાની પાંખો ચાર થી પાંચ ફૂટનો ઘેરાવો ધરાવે છે. શિયાળ
જેવું લાંબુ મોં અને મોટી ગોળાકાર
આંખોથી તે વધુ
ડરામણાં દેખાય છે. બેટની જીભ લાંબી હોય છે તે ફળોમાંથી રસ પણ ચૂસે છે. તેની જીભ ગંધ
પારખી શકે છે. મેગાબેટની પણ ૨૫ જાત છે. ઘણા દેશમાં તેને ફલાંઈગ ફોક્ષ પણ કહે છે. ઘણા
મેગા બેટનાં મોં વાનર જેવા પણ હોય
છે. ગોળાકાર કાન
વાળા મેગા બેટ પણ જોવા મળે છે. ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં પણ મેગાબેટ જોવા મળે છે. મેગા
બેટ વનસ્પતિ પણ ખાય છે. કેળા અને
કેરી જેવા ફળોના
પાકને નુકસાન પણ કરે છે.