પ્રાણીઓની પૂંછડી તેનું
મહત્વનું અંગ છે. કેટલાક મોટા પ્રાણીઓ પૂંછડી વીઝી મચ્છર જેવા જંતુઓને ઉડાડે છે તો કોઈ પૂંછડી
હલાવીને પોતાની વાત પણ રજુ કરે છે.
પરંતુ પૂંછડીનો
સૌથી મોટો ઉપયોગ શરીરનું તાપમાન જાળવવામાં થાય છે. ઉંદરની પૂંછડી તેના શરીર કરતાંય લાંબી હોય છે.
ઉંદર માટે પૂંછડી એક વધારાનું કામ કરે છે પૂંછડી દ્વારા ઉદરના શરીરની વધારાની ગરમીનો નિકાલ થાય છે અને શરીરનું તાપમાન જળવાય છે. ઉંદર પોતાની પૂંછડીમાં વહેંતા લોહીમાં વધઘટ કરી શકે છે. ઠંડીમાં વધુ ગરમીની જરૂર હોય ત્યારે પૂંછડીમાં લોહી ઘટાડીને ગરમી સાચવી રાખે છે.
પૂંછડીને કારણે જ ચાર પગનો ઉદર દોરડા પર પણ ચાલી શકે છે. વળી વાસણની પાતળી ધાર ઉપર બેસીને તે આગળ ઝુકીને ખોરાક લઈ શકે છે. આ સમયે સમતોલન જાળવવા પૂંછડીનો ઉપયોગ થાય છે. આમ પૂંછડી તેના પાંચમાં પગ જેટલી જ ઉપયોગી છે.

સૌજન્ય : gujaratsamachar