Republic Day - 2019

30 December 2018

લાઈટનિંગ સ્વીચનો શોધક: સેમ્યુલ ફેસ



ગેસના લાઈટરમાં બેટરી કે પાવર વિના તણખો પેદા થાય છે. આ ક્રિયાને પિઝોઇલેક્ટ્રિક કહે છે. જેમાં દબાણની યાંત્રિક શકિતનું વીજળીમાં રૂપાંતર થઈને તણખો પેદા થાય છે. 
લાઈટનિંગ સ્વીચ નામનું સાધન આ  સિધ્ધાંત પર ઘણા સાધનોમાં રીમોટ કન્ટ્રોલ જેવું કામ કરે છે. રેડિયો ટ્રાન્સમિશન અને રીસીવરમાં તેનો ઉપયોગ થાય છે. આ સ્વીચની શોધ સેમ્યુલ એલન ફસ નામના વિજ્ઞાનીએ કરેલી.
સેમ્યુલ ફેસનો જન્મ ઇ.સ૧૯૨૩ ના ઓગસ્ટની બીજી તારીખે અમેરિકાના વર્જિનિયામાં થયો હતો. તેના નાના એડિસનની પ્રયોગશાળામાં એન્જિનિયર હતા.

માસાચ્યુસેરસ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરીને ફેસ ડાયડોક કંપનીમાં એન્જિનિયર તરીકે જોડાયો હતો. આ કંપની બાંધકામ ક્ષેત્રે કોન્ક્રીટ ક્ષેત્રે કામ કરતી હતી. ફેસે સિમેન્ટ અને કોન્ક્રિટની મેળવણી નો ઊંડો અભ્યાસ કરી વિશ્વના વિવિધ દેશોમાં પ્રમાણિત પ્રમાણ શોધી કાઢેલા. તે આ કામમાં વિશ્વપ્રસિધ્ધ થયો.
બાંધકામ ક્ષેત્ર સાથે ફેસે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે પણ સંશોધનો કરેલા. તેણે રિમોટ કન્ટ્રોલ પણ શોધેલો. ફેસે જીવનભર ૨૪ શોધ કરી તેમાં પીઝો ઇલેક્ટ્રિક ક્ષેત્રે વાયરલેસ લાઈટનિંગ સ્વીચની શોધ કરીને વધુ નામના મેળવી. આ શોધને ઘણા એવોર્ડ મળેલા. ૨૦૦૧ મે માસની બીજી તારીખે ફેસનું અવસાન થયુ હતું. 

સૌજન્ય : gujaratsamachar