અજંતા ગુફાઓ મહારાષ્ટ્ર, ભારત સ્થિત મોટા
પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ
સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મથી
સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે.[૨] આની સાથે જ
સજીવ ચિત્રણ [૩] પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે મહારાષ્ટ્ર
રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. અજંતા ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો
દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે.
નેશનલ જ્યૉગ્રાફિક
અનુસાર: આસ્થાનો વહેણ એવો હતો, કે એવું પ્રતીત થાય છે, કે શતાબ્દિઓ સુધી અજંતા સમેત, લગભગ બધાં બૌદ્ધ
મંદિર, હિંદુ રાજાઓના
શાસન અને આશ્રયને આધીન બનાવડાવાયા હોય.
ગુફાઓ એક ગાઢ જંગલથી
ઘેરાયેલ, અશ્વ નાળ આકારની
ખીણમાં અજંતા ગામથી ૩૧/૨ કિ.મી. દૂર બનાવવામાં આવેલી છે. આ ગામ મહારાષ્ટ્ર રાજ્યના
ઔરંગાબાદ શહેરથી ૧૦૬ કિ.મી. દૂર વસેલું છે. આનો નિકટતમ કસ્બો છે જળગાંવ, જે ૬૦ કિ.મી. દૂર
છે, ભુસાવળ ૭૦ કિ.મી.
દૂર છે. આ ઘાટીની તળેટીમાં પહાડી ધારા વાઘૂર વહે છે. અહીં કુલ ૨૯ ગુફાઓ (ભારતીય
પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગ દ્વારા આધિકારિક ગણનાનુસાર) છે, જે નદી દ્વારા
નિર્મિત એક પ્રપાત ધોધની દક્ષિણમાં સ્થિત છે. આની નદીથી ઊંચાઈ ૩૫ થી ૧૧૦ ફીટ
સુધીની છે.
અજંતા મઠ જેવોસા સમૂહ છે, જેમાં ઘણાં વિહાર
(મઠ આવાસીય) તેમ જ ચૈત્ય ગૃહ છે (સ્તૂપ સ્મારક હૉલ), જે બે ચરણોમાં બનેલ છે. પ્રથમ ચરણને ભૂલથી
હીનયાન ચરણ કહેવાયું છે, જે બૌદ્ધ ધર્મના
હીનયાન મત સાથે સંબંધિત છે. વસ્તુતઃ હિનયાન સ્થવિરવાદ માટે એક શબ્દ છે, જેમાં બુદ્ધના
મૂર્ત રૂપનો કોઈ નિષેધ નથી. અજંતાની ગુફા સંખ્યા ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૫એ (અંતિમ ગુફા ને ૧૯૫૬ માં જ શોધાઈ (અને હજી
સુધી સંખ્યિત નથી કરાઈ ) તેને આ ચરણમાં શોધી કઢાઈ હતી. આ ખોદકામમાં બુદ્ધ ને સ્તૂપ
કે મઠ રૂપમાં દર્શિત કરાયા છે.
સૌજન્ય : wikipedia