Republic Day - 2019

28 December 2018

વરસાદમાં પડતાં કરા શું છે ?



વરસાદના સમાચારમાં કેટલાક સ્થળોએ કરા પડયાના સમાચાર પણ વાંચવા મળે છે. આ કરા એ શું છે જાણો છો ? ચોમાસા અને શિયાળામાં પહાડી વિસ્તારોમાં બરફ પડે તે નરમ અને રૃ જેવો હોય છે. આ બરફ ઝીણા ઝીણા કણ સ્વરૃપે હોય છે. પરંતુ કરા એટલે લખોટી જેવડી બરફની  સખત ગોળીઓ. ઠંડી સાથે વરસાદ થાય ત્યારે આકાશમાંથી બરફની સખત ગોળીઓ જેવા કરા પણ પડે. તે વીણીને હાથમાં લઈ શકાય એવા હોય છે. આ કેમ બને છે તે પણ જાણવા જેવું છે.

આકાશમાં વાદળ ઠંડા થાય એટલે પાણી બની વરસે. વધુ ઠંડા થાય તો બરફના કણો આકાશના વાદળોમાં જ તૈયાર થાય છે. આકાશમાં વધુ ઊંચાઈએ વાદળો ઠરે ત્યારે તેમાં બનેલા બરફના કણો જમીન તરફ પડે પરંતુ સાથે પવન હોય તો ફરીથી ઊંચે જાય અને વધુ ઠંડા થાય. આમ પવનના જોરે ટકી રહેલા બરફના કણો વધુ મોટા અને સખત બનતાં જાય ત્યારે તેનુ વજન વધી જાય એટલે જમીન પર પડે. સામાન્ય રીતે એક સેન્ટિમીટર વ્યાસની ગોળી જેવા હોય છે. કેટલાક સ્થળેમોટા વજનદાર કરા પડયાના દાખલા પણ છે.


સૌજન્ય : gujaratsamachar