Republic Day - 2019

30 December 2018

કેમોથેરાપીનો શોધક: પોલ એર્લિક




ઘાતક રોગ કેન્સરની સારવાર માટે કેમોથેરાપી એક આશીર્વાદ રૂપ સારવાર છે. ચોક્કસ પ્રકારના જંતુઓ ઉપર સીધો હુમલો કરી નાશ કરવા માટે રસાયણ આધારિત આ સારવારને કેમોથેરાપી નામ અપાયું છે.

 
શરૂઆતમાં તેને મેજિક બુલેટ કહેતાં. આ પધ્ધતિની શોધ કરવા બદલ પોલ એર્લિકને ૧૯૦૮માં મેડિસિનનું નોબેલ એનાયત થયેલું.
પોલ એર્લિકનો જન્મ જર્મનીના સ્ટ્રેલેનમાં ઇ.સ.૧૮૫૪ ના માર્ચની ૧૪ તારીખે થયો હતો. પોલને કિશોરાવસ્થામાં જ વિવિધ બેકટેરિયા પર પ્રયોગો કરવાનો શોખ હતો. તેના પિતરાઈ ભાઈ ડોક્ટર હોવાથી તેને પણ ડોક્ટર બનવાની પ્રેરણા મળેલી. શાળાકીય અભ્યાસ પુરો કરીને તે લીપઝિગ, ફ્રીબર્ગ અને સ્ટાર્સબર્ગ એમ વિવિધ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લઈને તે બર્લીનમાં ચેપી રોગોની હોસ્પિટલમાં ડોકટર તરીકે જોડાયો.
એર્લિકને પોતાને ટીબીનો રોગ થયેલો. તે બે વર્ષ ઇજિપ્તમાં રહીને સાજો થઈ ફરી જર્મની આવ્યો સંશોધનોમાં એર્લિકે તેની દવા શોધીને ઘણા દર્દીને બચાવ્યા.

આ શોધથી તે પ્રસિધ્ધિ પામ્યો. ઇ.સ.૧૮૯૯માં તેને ફ્રેન્કફર્ટની રોયલ ઇન્સ્ટીટયૂટમાં સંશોધક તરીકે નિમણૂક મળી. અહીં જ તેણે કેન્સર માટે કેમોથેરાપીની શોધ કરી. ૧૯૦૯માં તેણે સિફિલિસની પ્રથમ દવા પણ શોધી. ઇ.સ.૧૯૧૫ના ઓગસ્ટની ૨૦ તારીખે તેનું અવસાન થયું હતું.
સૌજન્ય : gujaratsamachar