Republic Day - 2019

30 December 2018

સૌથી ઝડપી દરિયાઈ જીવ: સેઇલ ફિશ



જમીન પર સૌથી વધુ ઝડપથી દોડતાં ચિત્તા કરતા ઝડપથી તરતી સેઇલ દરિયામાં કોઈ પકડી શકે નહીં. ચપટું શરીર અને કાતર જેવા પાંખિયા અને ઝડપથી આમતેમ થતી પુંછડીવાળી સેઇલ ફિશ જાણે ઝડપથી તરવા માટે બનેલી છે.

સેઇલ ફિશ એકથી દોઢ મીટર લાંબી હોય છે અને ૯૦ કિલો વજનની હોય છે તે કલાકની લગભગ ૮૦થી ૯૦ કિલોમીટરની ઝડપથી તરે છે. સેઇલ ફિશ બે પ્રકારની હોય છે એટલાન્ટિક અને ઇન્ડો પેસિફીક.

સેઇલ ફિશની પાંખો સામાન્ય રીતે શરીર સાથે ચોંટેલી રહે છે. પરંતુ ભયભીત સ્થિતિમાં તે પાંખો ફેલાવી ઝડપથી ભાગી છૂટે છે. તે તરે ત્યારે રંગબેરંગી દેખાય છે. ભયભીત સ્થિતિમાં તે અનેક પ્રકારના રંગ ઝડપથી બદલી શકે છે. સેઇલ ફિશ ટોળામાં રહે છે અને નાની માછલીઓનો શિકાર કરે છે.

સૌજન્ય : gujaratsamachar