સાયલન્ટ વેલી રાષ્ટ્રીય
ઉદ્યાન અથવા સાયલન્ટ વેલી નેશનલ પાર્ક એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે 236.74 square kilometres (91 sq mi) (કેરળનું બીજું
સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન). તે નીલગિરિ પર્વતોમાં, પલક્કડ જિલ્લો, કેરળ, દક્ષિણ ભારતમાં
સ્થિત થયેલ છે. આ પ્રદેશ ૧૮૪૭ના વર્ષમાં રોબર્ટ વિગ્ટ નામના વનસ્પતિશાસ્ત્રી
દ્વારા શોધવામાં આવ્યો હતો.
આ ઉદ્યાન અણખુંદેલ દક્ષિણ
પશ્ચિમી ઘાટના પર્વતીય વરસાદી જંગલો અને ભારતનાં ભેજવાળાં ઉષ્ણકટિબંધીય સદાબહાર
જંગલ પૈકીનો એક છે. સંલગ્ન સૂચિત કરીમપુઝા રાષ્ટ્રીય ઉદ્યાન (૨૨૫ કિ. મી.૨) ઉત્તર
દિશામાં અને મુકુર્થી રાષ્ટ્રીય ઉદ્યાન (૭૮.૪૬ કિ. મી.૨) ઉત્તર-પૂર્વમાં આવેલ છે, તે નીલગિરિ
આંતરરાષ્ટ્રીય જૈવક્ષેત્ર (૧૪૫૫.૪ કી. મી.૨) અને નીલગિરિ ઉપ-ક્ષેત્ર (૬૦૦૦+ કિ.
મી.૨), પશ્ચિમી ઘાટ
વિશ્વ ધરોહર સ્થળ (જેને વર્ષ ૨૦૦૭માં યૂનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવેલ છે)નો
એક ભાગ છે.
એક જળવિદ્યુત યોજનાને
કારણે આ ઉદ્યાનની વિશાળ વન્યજીવન જોખમાતાં એક પર્યાવરણવાદી સામાજિક ચળવળ ૧૯૭૦ના
વર્ષમાં શરૂ થઈ હતી, જે સેવ સાયલન્ટ
વેલી ચળવળ તરીકે ઓળખાય છે,
જેના પરિણામે
યોજના રદ કરવામાં આવી હતી અને ૧૯૮૦ના વર્ષમાં ઉદ્યાન બનાવવામાં આવ્યો હતો.
મુલાકાતીઓ માટે આ ઉદ્યાન ખાતે સૈરંધ્રી (Sairandhri) કેન્દ્ર છે.
સૌજન્ય : wikipedia