Republic Day - 2019

30 December 2018

ઓડિશાની પ્રાચીન ઉદયાગિરિ- ખંડગિરિની ગુફાઓ



ઓડિશાના ભુવનેશ્વર નજીક આવેલ ઉદયગિરિની ગુફાઓ નામની બીજી સદીમાં બનેલી પ્રાચીન ગુફાઓ સહેલાણીઓના આકર્ષણનું સ્થળ છે. ઉદયગિરિમાં ૧૮ અને ખંડગિરિમાં ૧૫ વિશાળ ગુફાઓ છે.

પ્રાચીન કાળમાં આ સ્થળ કુમારી પર્વત તરીકે ઓળખાતું. ઉદયગિરિ પર ખારાવેલા નામના રાજાએ કુલ ૧૧૭ ગુફાઓ કોતરાવેલી. તેમાં ગણેશ ગુફા અને હાથી ગુફા પ્રસિધ્ધ છે.

દીવાલો પર અજન્તા અને ઇલોરા ગુફાઓ જેવા શિલ્પો જોવા મળે છે. ગુફાઓમાં દીવાલો પર જૈન ધાર્મિક શિલાલેખો કોતરાયેલા છે એટલે તેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે.
ઉદયગિરિ રાણી ગુફા જોવા જેવી છે. બહુ ભવ્ય નથી. પણ તેના શિલ્પો જોવા જેવા છે. બે માળની ગુફામાં સાત પ્રવેશદ્વાર છે. ગુફામાં દ્વારપાળ, નૃત્યાંગના, કૂચ કરતા સૈનિકો વગેરેના સુંદર શિલ્પો આજે પણ જોવા મળે છે. આ ઉપરાંત છોટા હાથી, અલકાપુરી, ઠાકુરાણી, જયવિજય, પાતાલપુત્રી જેવી ગુફાઓ પણ જોવા જેવી છે.

સૌજન્ય : gujaratsamachar