Republic Day - 2019

28 December 2018

ભેડાઘાટના નર્મદાના આરસના કોતર



નર્મદા ભારતની મોટી નદીઓમાંની એક છે. પર્વતોમાં વહેતી નર્મદાના પાણીના ઘસારાથી ઊંડા કોતરો બન્યા છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આવેલા આ કોતરો અદ્ભુત છે.

તેમાં ય મધ્યપ્રદેશમાં ભેડાઘાટ ખાતે આવેલા આરસના કોતરો, ધુંઆધાર ધોધ અને ચોસઠ જોગણીનું મંદિર જોવાલાયક છે. ૧૦મી સદીમાં બંધાયેલા આ મંદિરમાં ૬૪ જોગણીના પથ્થરની મૂર્તિઓ છે.

ધુંઆધાર ધોધમાં ધુમાડા નીકળતા હોય તેવા દૃશ્ય સર્જાય છે. ચાંદની રાતે આરસના સફેદ ઊંડા કોતરો વચ્ચે નર્મદામાં નૌકાવિહાર એક લ્હાવો છે. ઘણી ફિલ્મોમાં ભેડા ઘાટના સુંદર દૃશ્યો જોવા મળે છે.

નવાઈની વાત એ છે કે ભેડાઘાટમાં વહેતી નર્મદાનો પ્રવાહ એક સ્થળે એટલો સાંકડો થઈ જાય છે કે બંને તરફના કોતર ઉપર વાનરો કૂદીને આવજા કરી શકે છે. આ સ્થાનને 'બંદર કૂદની' કહે છે.
ભેડાઘાટના કોતરો મેગ્નેશિયમના બનેલા છે. કોતર કામ કરવા માટે નરમ અને સરળ છે. કેટલાક આસમાની રંગના આરસના કોતર છે.

સૌજન્ય : gujaratsamachar