ભારતના મણીપુરના મોઈરંગ
નજીક આવેલું મીઠા પાણીનું લોકટાક તળાવ સૌથી મોટું તો છે જ પણ ભારતનું એકમાત્ર તરતું અભયારણ્ય છે. આ
તળાવમાં અનેક પ્રકારની વિશિષ્ટ
વનસ્પતિ તરતી જોવા
મળે છે.
લોકટાક તળાવ ૩૫ કિલોમીટર લાંબુ અને ૧૩
કિમી પહોળું છે
અને ૯ ફૂટ ઊંડુ છે. તળાવ વચ્ચે નાનકડા ટાપુઓ છે. મણીપુરના નદીના પાણીના સ્રોતમાંથી આ તળાવ મીઠા
પાણીનું બન્યું છે.
પ્રાચીન કાળથી જાણીતા આ
તળાવના વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. તળાવમાં માત્ર પાણી પીને ઉછરતી પાણીમાં તરતી ૨૩૩ જાતની વનસ્પતિ
જોવા મળે છે. તળાવના વિસ્તારમાં ૨૮
જાતનાં યાયાવરી
પક્ષીઓ અને ૫૭ જાતનાં જળચર પ્રાણીઓ જોવા મળે છે.
જાતજાતના હરણ ઉપરાંત ૪૨૫ જાતના પ્રાણીઓ અને ૧૭૬ જાતના જળચરો જોવા મળે છે. કબૂલ લાપથે નેશનલ પાર્કમાં હુલોક ગીબ્બત નામના વિશિષ્ટ વાનર જાણીતા છે. તળાવ વચ્ચે ટાપુઓ ઉપર સહેલાણી સ્થળ વિકસ્યાં છે. મણીપુર આવતા પ્રવાસીઓ આ સરોવરની સહેલગાહે અચૂક આવે છે.

સૌજન્ય : gujaratsamachar