વીજળી કે ઇલેક્ટ્રીસિટીના ઉપયોગોની શોધોએ વિશ્વમાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા છે. વીજળીથી સમગ્ર વિશ્વ ઝળહળે છે તેમ કહેવાય.
આપણું રોજીંદુ જીવન ઇલેક્ટ્રિસિટિ વિના શકય નથી. સજીવના શરીરમાં જ્ઞાનતંતુઓમાં સંદેશાવ્યવહાર પણ વીજપ્રવાહથી જ ચાલે છે.

વીજળીનું અસ્તિત્વ પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ છે. આ ઉર્જા પર અંકુશ મેળવીને વિજ્ઞાનીઓએ તેના ઉપયોગો શોધી કાઢયા છે. તેની શરૂઆત ગ્રીસમાં થઈ હતી.
વીજળી કુદરતી પરિબળ છે તેની પ્રથમ ઓળખ પ્રાચીન ગ્રીસના લોકોએ મેળવી અબનુસના સળિયા સાથે રેશમ ઘસવાથી સળિયો પીંછા જેવી હળવી ચીજોને આકર્ષે આ વાત તે સમયમાં જાણીતી હતી પણ તેનું રહસ્ય કોઈને ખબર નહોતી. ઇ.સ.૧૬૬૦માં જર્મન વિજ્ઞાની ઓટોવાન ગેરિકે સલ્ફરના દડા ઉપર કપડું ઘસીને પ્રથમવાર વીજપ્રવાહ પેદા કર્યો.
સલ્ફરનો દડો પૃથ્વી છે અને વીજપ્રવાહ તેની આત્મા છે તેમ તે કહેતો. ગેરિકના પ્રયોગ પછી વિશ્વભરના વિજ્ઞાનીઓ આ અદશ્ય શક્તિના સંશોધનો કરવા લાગ્યા. આજે આપણે સરળતાથી ઉપયોગ કરીએ છીએ તેની પાછળ સેંકડો વિજ્ઞાનીઓએ વર્ષો સુધી મહેનત કરી છે.
ઇ.સ.૧૭૪૬માં હોલેન્ડના લિડન શહેરના વિજ્ઞાની પીટર મર્થબ્રોકે એક બરણી બનાવી તેમા વીજળીનો સંગ્રહ કર્યો. તેને લિડન જાર કહેતાં. આપણી બેટરીનો તે પાયો હતો. તે જમાનામાં આ સાધન ઉપયોગી બનેલું. ઇ.સ.૧૭૫૨માં ફ્રેકિલીને આકાશમાં થતી વીજળી અને ઉપયોગી વીજળી એક જ છે તેમ સાબિત કર્યું.

ઇ.સ.૧૭૮૦માં લીગી ગેલવાનીએ દેડકાના પગમાં વીજ પ્રવાહ વહેતો હોવાનું શોધ્યું. તેણે સજીવના શરીરમા પણ વીજળી હોય છે. તેમ સાબિત કર્યું.
એલેસાન્ડ્રી વોલ્ટા નામના વિજ્ઞાનીએ કેટલાક રસાયણો વચ્ચે પ્રક્રિયા થવાથી વીજળી પેદા થાય છે. તેવી શોધ કરીને ધાતુની તકતીઓ અને મીઠાના પાણી વડે વીજળી પેદા કરવાની રીત શોધી. જગતની આ વીજળી આપણી પ્રથમ બેટરી બની.
ઇ.સ.૧૮૨૦માં હેન્સ ઓરસ્ટેડે શોધી કાઢયું કે વીજપ્રવાહની સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડ પણ રચાય છે. આમ બ્રહ્માંડમાં વ્યાપ્ત ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝની ઓળખ થઈ ત્યાર બાદ દરેક વિજ્ઞાનીઓએ સંશોધનો કરીને તેના પ્રકાશ, ગરમી અને અન્ય પ્રકારની ઉર્જા મેળવવાના અનેક સાધનો શોધ્યા અને જગત ઇલેક્ટ્રોનિક યુગમાં પ્રવેશ્યું.

સૌજન્ય : gujaratsamachar