છ પગ અને વાંકી પૂંછડી ધરાવતા વીંછી નજરે
પડે તો ગભરામણ થાય તેવા જંતુ છે.
વિશ્વમાં લગભગ
૧૭૦૦ જાતના વીંછી જોવા મળે છે. તમામ પ્રકારના વીંછી ઝેરી ડંખવાળા હોય છે. તે નવ મીલીમીટરથી
માંડીને ૨૩ સેન્ટીમીટર સુધીની લંબાઈના
જોવા મળે છે.
વીંછી ઠંડા લોહીનું જંતુ છે. ૨૦ થી ૩૫ ડિગ્રી સરેરાશ તાપમાનવાળા પ્રદેશોમાં તે વધુ
જોવા મળે છે. વીંછીનું શરીર સખત કવચથી
રક્ષિત હોય તેના
કવચમાં ફલ્યૂરોસેન્ટ હોવાથી તે ચમક્તા દેખાય છે.
વીંછીના પગ અને પૂંછડી પર
સુક્ષ્મવાળ હોય છે. તે શક્તિશાળી સેન્સરનું કામ કરે છે. તેના વાળને પણ કંઈક સ્પર્શ થાય તો તે તરત
જ ડંખ મારે છે.
તેની પૂંછડી ચારે દિશામાં ફેરવી શકે છે અને તેને છેડે અણીદાર ડંખ હોય છે. વીંછીનું ઝેર ઉંદર જેવા નાના પ્રાણીઓને તરત જ મારી નાખે છે. વીંછીને છ પગ અને આગળના બે પગ અંકોડા જેવા હોય છે જેનો તે શિકારને પકડવા ઉપયોગ કરે છે.
વીંછી ઉંદર, ગરોળી
જેવા જંતુઓ ખાય છે. તે એક વખત ભરપૂર ખાઈ લે પછી ઘણા મહિના ખોરાક
વિના ચલાવી શકે છે. વીંછી શરીર પરનું કવચ સમયાંતરે બદલે છે. જીવનભરમાં
લગભગ આઠ વખત કવચ ખરી તે નવું આવે છે. વીંછી સાથે સંકળાયેલી અનેક દંતકથાઓ
પણ પ્રચલિત છે. નક્ષત્ર અને રાશિમાં પણ વીંછીને સ્થાન મળ્યું છે.તેની પૂંછડી ચારે દિશામાં ફેરવી શકે છે અને તેને છેડે અણીદાર ડંખ હોય છે. વીંછીનું ઝેર ઉંદર જેવા નાના પ્રાણીઓને તરત જ મારી નાખે છે. વીંછીને છ પગ અને આગળના બે પગ અંકોડા જેવા હોય છે જેનો તે શિકારને પકડવા ઉપયોગ કરે છે.
સૌજન્ય : gujaratsamachar