ભીમબેટકા (ભીમબૈઠકા) ભારત
ના મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક પુરાપાષાણિક આવાસીય પુરાસ્થલ
છે. આ આદિ-માનવ દ્વારા બનાવાયેલ શૈલ ચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. આ
શૈલચિત્ર લગભગ નવ હજાર વર્ષ પુરાણા છે. અન્ય પુરાવશેષોમાં પ્રાચીન કિલ્લાની દીવાલ, લઘુસ્તૂપ, પાષાણ નિર્મિત
ભવન, શુંગ-ગુપ્ત કાલીન
અભિલેખ, શંખ અભિલેખ અને
પરમાર કાલીન મંદિરના અવશેષ અહીં મળ્યાં છે. ભીમ બેટકા ક્ષેત્રને ભારતીય પુરાતત્વ
સર્વેક્ષણ, ભોપાલ મંડળે
ઓગસ્ટ ૧૯૯૦માં રાષ્ટ્રીય મહત્ત્વનું સ્થળ ઘોષિત કર્યું. આ બાદ જુલાઈ ૨૦૦૩ માં
યૂનેસ્કો તરફથી આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કર્યું છે. આ સ્થળ ખાતે ભારતમાં
માનવ જીવનનાં પ્રાચીનતમ ચિહ્ન છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન મહાભારતના
ચરિત્ર ભીમ સાથે સંબધિત છે તેમ જ આ કારણથી આ સ્થળનું નામ ભીમબેટકા પડ્યું. આ ગુફાઓ
મધ્ય ભારત ના પઠારના દક્ષિણી કિનારા પર સ્થિત વિંધ્યાચલ પહાડીઓના નીચલા છેડે છે.; આની દક્ષિણમાં
સાતપુડા ની પહાડીઓ આરંભ થઈ જાય છે. આની શોધ વર્ષ ૧૯૫૭-૧૯૫૮ માં ડોક્ટર વિષ્ણુ
શ્રીધર વાકણકર દ્વારા કરાઈ હતી.
સૌજન્ય : wikipedia