Republic Day - 2019

28 December 2018

વાંસ: એક અદ્ભુત વનસ્પતિ



પૃથ્વી પર છ હજાર પ્રકારના ઘાસ થાય છે, વાંસ પણ ઘાસનો જ એક પ્રકાર છે, પણ સૌથી ટકાઉ અને મજબૂત છે અને સૌથી ઊંચુ ઘાસ છે.
વાંસ વાતાવરણમાંથી બીજી વનસ્પતિ કરતા ચાર ગણો કાર્બન ડાયોક્સાઇડ લઈ ૩૫ ટકા વધુ ઑક્સિજન છૂટો કરે છે.
વાંસ સૌથી વધુ ઝડપે વિકાસ પામે છે. યોગ્ય હવામાનમાં તે એક કલાકમાં દોઢથી બે ઇંચ વધે છે.
વાંસની લગભગ ૨૦૦ જાત છે. ચીનના લોકો વાંસની કૂંપળોને શાકની જેમ રાંધીને ખાય છે.
વાંસના મૂળ જમીનમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે.
*  
સૂકા વાંસ પર ભેજની અસર ઓછી થાય છે. હજારો વર્ષથી તેનો મકાનો અને વહાણો બનાવવામાં ઉપયોગ થયો છે.
એશિયાના દેશોમાં વાંસમાંથી હજારો જાતની ચીજો બનાવાય છે. તેમાં કાગળ અને કેટલીક દવાઓ પણ  બને છે.
કેટલીક જાતના વાંસને ફૂલ આવતા ૧૦૦ વર્ષ લાગે છે.
*    
વાંસ અંદરથી પોલો હોય છે તેમાં હવા હોવાથી મજબૂત હોય છે.

સૌજન્ય : gujaratsamachar