Republic Day - 2019

30 December 2018

શિયાળામાં છવાતું ધુમ્મસ



શિયાળાની  સવારમાં ક્યારેક વાતાવરણમાં સફેદ ઘટ્ટ વાદળો જોવા મળે છે. આ વાદળિયા વાતાવરણને ધુમ્મસ કહે છે. ગાઢ ધુમ્મસમાં નજીકની વસ્તુઓ પણ જોઈ શકાતી નથી.

ગાઢ ધુમ્મસમાં દસેક ફૂટ દૂર કશું દેખાય નહીં કેટલાક શહેરોમાં ધુમ્મસને કારણે ટ્રાફિક અટકી પડે અને વિમાનની ફલાઇટો રદ કરવી પડે છે. ચારે તરફ વાદળો જ વાદળ દેખાય.
પાણીની વરાળ કરીને ઘટ્ટ બને છે. શિયાળામાં સવારે હવા વધુ વરાળનો સંગ્રહ કરી શક્તી નથી. તેને સંતૃપ્ત હવા કહે છે. વધારાની વરાળ પાણીના સૂક્ષ્મ ફોરામાં ફેરવાઈ સફેદ વાદળ સ્વરૂપે હવામાં રહે છે. આ ફેરાનો સમૂહ જમીનની સપાટી પર છવાય છે. સૂર્યોદય થયા પછી વાતાવરણ ગરમ થતાં જ ધુમ્મસ વિખરાઇ જાય છે. જેમ ઠંડી વધુ તેમ ધુમ્મસ ગાઢ બને છે.
ધુમ્મસમાં કેટલા અંતર સુધી જોઈ શકાય છે. તેને વિઝિબિલીટી કહે છે. ૫૦ મીટરથી વધુ અંતરે જોઈ ન શકાય તેને ૫૦ મીટર વિઝિબિલીટી કહે છે. એરપોર્ટ પર વિમાનની ફલાઈટ વખતે આ બાબત અગત્યનું પરિબળ બને છે.

 સૌજન્ય : gujaratsamachar