જય જય ગરવી
ગુજરાત! જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત, જય જય ગરવી
ગુજરાત!
આ ગુજરાતી સાહિત્યની સુંદર કવિતામાં
ગુજરાતની ગૌરવ ગાથા વર્ણવામાં આવી છે, જેની રચના કવિ નર્મદે કરી હતી. ગુજરાતી ભાષાના
અગ્રેસર કવિ નર્મદાશંકર લાભશંકર દવે જે ‘નર્મદ’ના નામથી જગ વિખ્યાત છે, તેનો જન્મ ૨૪-૮
-૧૮૩૩ માં ગુજરાતના સુરત શહેરમાં થયો હતો જે જ્ઞાતિએ બ્રાહ્મણ હતાં. પ્રાથમિક
શિક્ષણ સુરત અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધું હતું, તેમણે ‘ડાંડિયો’ સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી.
૧૮૮૦ ના દશકમાં હિન્દીને ભારતની રાષ્ટ્ભાષા ઘોષિત કરવાનો
સૌપ્રથમ વિચાર કવિ નર્મદને જ આવ્યો હતો, તથા ગુજરાતી
સાહિત્યના આધુનિક કાળનો પ્રારંભ પણ તે જ છે. તેમણે કયારેય જાતિભેદ નથી કર્યો, તેથી જ તેમણે
પ્રત્યેક આદિવાસીઓ પણ શિક્ષણ ગ્રહણ કરે તેવી વાત કરી હતી. તેમણે ગુજરાતી ભાષામાં
સૌપ્રથમ નિબંધો લખ્યા હતાં. તેમનું નિધન ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ મુંબઈમાં થયું હતું.
નર્મદની પ્રમુખ રચનાઓ :-
ગદ્ય :- ‘નર્મદગદ્ય’, ‘નર્મકોશ’, ‘નર્મકથાકોશ’, ‘નર્મદનું મંદિર’
નાટક :- ‘સાર શાકુંતલ’,
‘રામજાનકી દર્શન’, ‘દ્રોપદીદર્શન’, ‘બાળકૃષ્ણવિજય’, ‘કૃષ્ણકુમારી’
કવિતા :- ‘નર્મ કવિતા’, ‘હિંદુઓની પડતી’
આત્મકથા :- ‘મારી હકીકત’
નર્મદ સાહિત્યસભા દ્વારા ૧૯૪૦થી વિશિષ્ટ
સાહિત્ય સર્જકને ‘નર્મદ
સુવર્ણચંદ્રક’ થી સમ્માનિત
કરવામાં આવે છે.તેમણે ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ લખ્યો હતો.
સૌજન્ય : gujaratsamachar