Republic Day - 2019

30 December 2018

ગોલકોન્ડાનો પ્રાચીન અને ભવ્ય કિલ્લો



ભારતમાં પ્રાચીન કિલ્લાઓમાં ગોલકોન્ડાનો કિલ્લો સમૃધ્ધિ અને ભવ્યતાનું પ્રતીક છે. કર્ણાટકના ગોલકોન્ડામાં આવેલા આ કિલ્લાની તીજોરીમાં વિશ્વપ્રસિધ્ધ કોહિનૂર, દરિયાએ નૂર અને હીપ ડાયમંડ જેવા હીરા સચવાયેલા.
ગોલકોન્ડા એટલે ગોળાકાર ટેકરી. કિલ્લો પણ ગોળાકાર ટેકરી પર બંધાયેલો છે. મોગલ કાળમાં કુતુબશાહના શાસનકાળમાં ૧૬મી સદીમાં આ કિલ્લો બંધાયેલો.
ગોલકોન્ડાનો કિલ્લો મૂળ કાકરીયા વંશના રાણી રૂદ્રમાદેવીએ બંધાયેલો. મોગલોએ તે કબજે કર્યા બાદ બહમની સુલતાને તેને નવું સ્વરૂપ આપેલું. કિલ્લાની ફરતે ૧૦ કિલોમીટર લાંબી દીવાલ છે. સંકુલમાં કુલ ચાર કિલ્લા છે. દીવાલમાં આઠ દરવાજા અને ૮૭ બુરજ છે.
ગોલકોન્ડાનું એન્જિનિયરિંગ અદભૂત છે. તેનો ફતેહ દરવાજો સૌથી મોટો છે. કિલ્લાના મુખ્ય ખંડમાં ઊભા રહીને તાળી પાડો તો તેના પડઘા એક કિલોમીટર દૂર આવેલા બીજા કિલ્લાના હોલમાં સ્પષ્ટ સંભળાય. કિલ્લાના દરવાજા, ઘૂમ્મટ, મિનારા બધુ જ સુંદર કોતરણીથી ભવ્ય બન્યું છે. કિલ્લામાં રાહબાન તોય જોવા જેવી છે. આ કિલ્લામાં ગુપ્ત ભોંયરૂં છે તે ચાર મિનાર સુધી પહોંચતુ હોવાની માન્યતા છે. કિલ્લામાં દરબાર હોલ, નગિના બાગ, સ્નાનાગાર, ઊંટનો તબેલો તારામતી મસ્જિદ, હબશી કમાન વગેરે જોવા લાયક બાંધકામો પણ છે.

સૌજન્ય : gujaratsamachar