Republic Day - 2019

02 January 2019

દરિયાના તળિયે ચાલતું વાહન: સબમરીન



સબમરીન દરિયામાં ચાલતું વાહન છે. પરંતુ તે દરિયાની સપાટી તેમજ ડૂબકી મારી દરિયાના તળિયે પણ જઈને ચાલી શકે છે. સબમરીનને ગતિમાં રાખવા માટે જહાજ જેવા જ પ્રોપેલર હોય છે. ડૂબકી મારવા માટે તેમાં પાણીની ટાંકીઓ હોય છે.

ટાંકીઓ ખાલી હોય ત્યારે તે સપાટી પર તરે છે. જયારે તેને ડૂબકી લગાડવી હોય ત્યારે ટાંકીમાં પાણી ભરવામાં આવે છે. તેથી તેનું વજન વધે અને તળિયા તરફ આગળ વધે. ઇચ્છિત માત્રામાં પાણી ભરી સબમરીનને ચોક્કસ ઊંડાઈએ કે દરિયાના તળિયે લઈ જઈ શકાય છે.
સબમરીન પાણી ન પ્રવેશી શકે  તેવા બંધ નળાકાર આકારની હોય છે. તેમાં હવા અને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં રહે તેવી વ્યવસ્થા હોય છે. સબમરીન મોટે ભાગે યુધ્ધના સમયમાં કે દરિયાના તળિયે સંશોધનો કરવા વપરાય છે.
વિશ્વની સૌથી મોટી સબમરીન રશિયાની ટાયફૂન કલાસ ૧૭૫ મીટર લાંબી  છે. તે બે અણુ એન્જિન વડે ચાલે છે.

સૌજન્ય : gujaratsamachar