- સૂર્યમાળાનો ચોથોગ્રહ મંગળ સૂર્યથી ૨૨૭૯ કરોડ કિલોમીટર દૂર છે. તેને લાલગ્રહ પણ કહે છે.
- મંગળની ધરી પૃથ્વીની જેમ નમેલી હોવાથી ત્યાં પણ ઋતુઓ સર્જાય છે.
- મંગળને બે ઉપગ્રહ ફોબસ અને ડિમોસ છે.
- સૂર્યમાળાનો સૌથી ઊંચો પર્વત નિકલ ઓલ્મ્પિસ મંગળ ઉપર આવેલો છે. તે એવરેસ્ટ કરતાં ત્રણ ગણો ઊંચો છે.
- મંગળ પૃથ્વીની સરખામણીએ સૂર્યથી દૂર છે. તેને સૂર્યની એક પ્રદક્ષિણા કરતાં આપણા ૬૮૭ દિવસ લાગે છે.
- મંગળનો વ્યાસ ૩૩૯૦ કિલોમીટર છે. તે પૃથ્વીથી થોડો નાનો છે.
- વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વધુ છે. ઓક્સિજન થોડી માત્રામાં છે.
- મંગળનું પ્રથમ દર્શન ૧૬મી સદીમાં ગેલિલિઓએ દૂરબીન વડે કરેલું. ૧૭મી સદીમાં ક્રિશ્ચિયન હ્યુજિને મંગળનો પ્રથમ અભ્યાસ કરેલો.
સૌજન્ય: gujaratsamachar