Republic Day - 2019

06 January 2019

ઇલેકિટ્રક ટ્રામનો શોધક: ગ્રાનવિલ વૂડ્સ



રેલવેનું સ્ટીમ એન્જિન ક્રાંતિકારી શોધ ગણાય છે. તેની શોધ થયા પછી વિજ્ઞાનીઓએ તેમાં ઘણા સુધારા કરી પેટ્રોલ અને ડીઝલ વડે ચાલતા રેલવે એન્જિનો બનાવ્યા અને ત્યારબાદ વીજળી વડે ચાલતા ઇલેકિટ્રક એન્જિનની શોધ થઈ. ઇલેકિટ્રક વડે ચાલતા એન્જિન ઓવરહેડ વાયરમાંથી વીજળી મેળવીને ચાલે છે. રેલવે ટ્રેનના આધુનિકરણમાં ગ્રાનવિલ વૂડ્સ નામના વિજ્ઞાનીનો મહત્વનો ફાળો હતો.
ગ્રાનવિલ ટી.વૂડ્સનો જન્મ અમેરિકાના ઓહાયો રાજયના કોલંબસ શહેરમાં ઇ.સ.૧૮૫૬ના એપ્રિલની ૨૩ તારીખે થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલો ગ્રાનવિલ દિવસે લુહારની દુકાનમાં કામ કરતો અને રાત્રિ શાળામાં  ભણવા જતો. અભ્યાસ પુરો થયા પછી તે નેબ્રાસ્કાની રેલવેમાં ફાયરમેનની નોકરીમાં રહ્યો. નોકરી સાથે કોલેજનો અભ્યાસ ચાલુ રાખી તે એન્જિનિયર બન્યો.

ઇ.સ.૧૮૭૮માં ગ્રાનવિલને બ્રિટીશ જહાજમાં મુખ્ય એન્જિનિયર તરીકે નિમણૂક મળી. ગ્રાનવિલે રેલવે ટ્રેનનો ઊંડો અભ્યાસ કરીને તેમાં વીજળીના ઉપયોગો શોધ્યા. ટ્રેનના પાટાનો ઉપયોગ કરીને રેલવે સ્ટેશનોને ટેલિગ્રામ વડે જોડવામાં તેનો મુખ્ય ફાળો હતો. રેલવે લાઈન નજીક પસાર થતા વીજળીના તારમાંથી વીજળી મેળવીને ટ્રેન ચલાવવાની ટેકનોલોજી તેણે વિકસાવી અને ઓવરહેડ વાયરની ટેકનોલોજી શોધી. ગ્રાનવિલ વિજ્ઞાનજગતના બીજો એડિસન કહેવાય છે. ઇ.સ.૧૯૧૦ના જાન્યુઆરીની ૩૦ તારીખે તેનું અવસાન થયું હતું.

સૌજન્ય: gujaratsamachar