Republic Day - 2019

06 January 2019

આપણા ખોરાકની શક્તિ : કેલરી




આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી આપણને શક્તિ મળે છે. આ શક્તિનું માપ કેલરીના પ્રમાણમાપથી કાઢવામાં આવે છે. કેલરી એટલે માત્ર ખોરાકમાંથી જ મળતી શક્તિ નહિ પરંતુ દરેક શક્તિનું માપ કેલરીમાં કાઢી શકાય. એક ગ્રામ પાણીના ઉષ્ણતામાનમાં ૧ ડિ.ગ્રી સેલ્શીયસનો વધારો કરવા શક્તિ વપરાય જેટલી તેને એક કેલરી કહેવાય છે.

તમે ખાદ્ય પદાર્થોના પેકેટ ઉપર તે ખાદ્ય ખાવાથી આપણને કેટલી કેલરી શક્તિ મળે તે દર્શાવેલું જોયું હશે. વિજ્ઞાનીઓએ ખોરાકના જુદા જુદા ઘટકોમાંથી કેટલી કેલરી મળે છે તે શોધી કાઢયું છે. તે મુજબ ૧ ગ્રામ કાર્બોહાઇડ્રેટ ૪ કેલરી, ૧ ગ્રામ પ્રોટીન પણ ૪ કેલેરી અને ૧ ગ્રામ ચરબીમાંથી ૯ કેલરી શક્તિ મળે છેે. તંદુરસ્ત રહેવા માટે આપણે દરરોજ કેટલી શક્તિનો ઉપયોગ કરીએ છીએ તે મુજબ જ ખોરાક લેવો જોઈએ તેમ ડોક્ટરો ભલામણ કરતા હોય છે.

સૌજન્ય: gujaratsamachar