દસ્તાવેજ, સર્ટિફિકેટ કે તસવીરોની ફટાફટ નકલ કરી
આપતું ઝેરોક્ષ મશીન જાણીતું સાધન
છે. આજે તો રંગીન
નકલ કાઢતા ઝેરોક્ષ પણ છે. તે ઉપરાંત ઘણી બધી સુવિધાવાળા કોપી મશીનો બન્યાં છે. આ મશીનોના પાયામાં
કાર્લસન નામના એન્જિનિયરનો ફાળો
મહત્ત્વનો છે.
ઉપયોગી થાય એવું ઝેરોક્ષ મશીન બનાવવા તેણે ૨૦ વર્ષ મહેનત કરી હતી. કાર્લસને બનાવેલા પ્રથમ ઝેરોક્ષ
મશીનમાં જસતની પ્લેટ પર સલ્ફરના
રજકણો ચઢાવીને
કોપી નીકળતી આ મશીન વીજભારથી કામ કરતું એટલે તેને ઇલેક્ટ્રો ફોટો કોપી કહેતાં.
ચેસ્ટર કાર્લસનનો જન્મ અમેરિકાના સીએટલમાં ઇ.સ. ૧૯૦૬ના ફેબ્રુઆરીની આઠ તારીખે થયો હતો. તેના પિતા વાળંદ હતા. કિશોરાવસ્થામાં જ તેના માતાપિતા મૃત્યુ પામેલા, એટલે પરિવારનો બોજ કાર્લસન પર આવ્યો. શાળાના સમયને બાદ કરતા તે નાના મોટા કામ કરી આવક ઊભી કરતો. તે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો અને ત્યાં વિજ્ઞાનના પુસ્તકો વાંચતો. સખત પરિશ્રમ કરીને તે કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટમાં ગ્રેજ્યુએટ થયો અને એક લેબોરેટરીમાં સહાયક સંશોધક તરીકે જોડાયો.
મંદીને કારણે તે લેબોરેટરી બંધ થતા તે ફરી બેકાર બન્યો. ત્યારબાદ લાઇબ્રેરીમાં નોકરીમાં જોડાયો. તે ખૂબ જ પુસ્તકો વાંચતો. કંઈક નવું કરવાની ધગશથી તેણે નાનકડી પ્રયોગશાળા ઊભી કરી. ભંડકીયા જેવી લેબોરેટરીમાં તેણે જાતજાતના પ્રયોગો કરી કાગળ ઉપર નકલ છાપવાની શોધ કરી.
સતત ૨૦ વર્ષ મહેનત કરીને તેણે ૧૯૫૯માં વ્યવહારૃ ઝેરોક્સ મશીન બનાવ્યું. આ મશીનની શોધ પછી તેને ઘણાં પૈસા અને સન્માન મળ્યા. તેણે મોટા ભાગની કમાણી ગરીબ વિદ્યાર્થીઓને દાનમાં આપી દીધી. ઇ.સ. ૧૯૬૮ના સપ્ટેમ્બરમાં તેનું અવસાન થયું.

સૌજન્ય: gujaratsamachar