Republic Day - 2019

06 January 2019

ખેતરને ખેડૂતદર વર્ષે શા માટે ખેડે છે?



ખેડૂત હળ વડે ખેતર ખેડે છે. તે તો તમે જાણતાં જ હશો. પરંતુ આમ હળ વડે જમીન ખોદવાનું કારણ શું ? ખેતરમાં એક પાકનું વાવેતર થઈ ગયા બાદ બીજી વાર વાવેતર કરતા પહેલાં ખેતરને ખેડવું પડે છે. ખેતરમાં વાવેલા પાકના છોડ જમીનમાંથી પોષણ મેળવે છે. એટલે ખેતરની જમીનની ઉપલી સપાટીને ખેડીને ઉપરતળે કરવાથી નીચેની સપાટીનો ફળદ્રુપ ભાગ ઉપર આવે છે.  અને તેને સૂર્યપ્રકાશ મળવાથી પોષક તત્વો વધુ સત્વ મેળવે છે. ખેતર ખેડયા બાદ ખાતર પણ છાંટવામાં આવે છે કે જેથી નવા પાકના વાવેતરને પુરેપુરું પોષણ મળી રહે.

સૌજન્ય: gujaratsamachar