Gadwall – લુહાર બતક
સપાટી પરથી ખોરાક
મેળવતી ઘણી બતાકોના રંગ જલદી નજરે ચડે તેવાં હોય છે. લુહાર બતક તેમાં અપવાદ. નર-માદાના
રંગમાં તફાવત ખરો પણ નરના રંગ એકદમ ધ્યાન ખેંચે તેવાં નથી. માથા સહિત આખી ડોક
બદામી, તેમાં જીણી રેખાઓની ભાત. છાતી, પડખાં અને ઉપલી પીઠ રાખોડી રંગનાં. પેટાળ
સફેદ. પૂંછડી કાળી. પાંખમાં ખભા પાસે રતુંબડો ડાઘ અને પાંખમાં સફેદ પટો. ઉડે
ત્યારે સ્પષ્ટ દેખાય. આ બંને તેને ઓળખવાની મુખ્ય નિશાનીઓ. ચાંચ કાળી. પગ આછા
નારંગી. માદા બદામી. તેમાં કાળી ભાત. પાંખમાં સફેદ પટો. પગ પીળાશ પડતા. બીજી બતકો
સાથે થોડી લુહાર તરતી હોય. એકંદરે તેની સંખ્યા ઓછી દેખાય છે. શિયાળું મુલાકાતી.
(માહિતી :
પાણીનાં સંગાથીમાંથી )