હિમાલય વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા છે. વિશ્વનું ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આ પર્વતમાળામાં આવેલું છે. તે ઉપરાંત તેમાં ૭૨૦૦ મીટર કરતાં ઊંચા ૧૦૦ કરતાં ય વધુ શિખર છે.
ભારત અને તિબેટની વચ્ચે આવેલી આ પર્વતમાળા પાકિસ્તાનની સિંધુ નદીની ખીણથી શરૃ થઈ આસામની બ્રહ્મપુત્ર નદી સુધી ૨૪૦૦ કિલોમીટર વિસ્તારમાં આવેલી છે. હિમાલયમાંથી વિશ્વની ઘણી મોટી નદીઓ નીકળે છે. એશિયાના ૧૮ દેશોને આ નદીઓનો લાભ મળે છે.
હિમાલયનો જન્મ ચારથી પાંચ કરોડ વર્ષ પહેલા એશિયા અને યુરેશિયાના ભૂતળની પ્લેટો અથડાવાથી થયો હતો. તે વિશ્વમાં સૌથી નાની ઉંમરનો પર્વત છે.
હિમાલય પર્વતમાળામાં ૧૫૦૦૦ હિમનદી છે. સૌથી લાંબી સીયચીન ગ્લેશ્યિર ૭૦ કિલોમીટરની છે. આ બધી હિમનદીમાં લગભગ ૧૨૦૦૦ ઘનમીટર બરફ સ્વરૃપે પાણી સંગ્રહાયેલું રહે છે.
સૌજન્ય: gujaratsamachar