Republic Day - 2019

06 January 2019

લેબોરેટરીના સામાન્ય પણ અતિ ઉપયોગી સાધનો



(૧) બેરોમીટર : વાતાવરણમાં હવાનું દબાણ માપવા માટેનું આ સાધન ઇ.સ. ૧૬૪૩માં ટોરિસેલીએ શોધેલું. હવામાનની આગાહી કરવા માટેનું આ મહત્ત્વનું અને અનિવાર્ય સાધન છે. હવાના દબાણને બેરોમેટ્રિક પ્રેશર પણ કહે છે.

(
૨) એમીટર : ઇલેક્ટ્રિક કરંટની માત્રા માપવાનું સાધન ઇલેક્ટ્રિશિયન માટે મહત્ત્વનું છે. આ સાધન ઇલેક્ટ્રિક કરંટને એમ્પિયરના માપમાં દર્શાવે છે. આ સાધન ચોક્કસ જગ્યાએ સ્થિર થયેલ ઇલેક્ટ્રિક કરંટને માપે છે.

ફિઝિક્સની લેબોરેટરીમાં આ સાધન ઉપરાંત વોલ્ટમીટર, ઓહમમીટર અને ગેલ્વેનોમીટર પણ ઉપયોગમાં લેવાય છે.

(
૩) વર્નિયર કેલિપર : વસ્તુની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ માપવા માટે સામાન્ય ફૂટપટ્ટી વપરાય પરંતુ લેબોરેટરીમાં પાઇપ, નળાકાર, ગોળા વગેરેને પણ ચોકસાઈપૂર્વક માપવા માટે કેલિપર વપરાય છે. કેલિપર વડે નળાકારનો બહારનો અને અંદરનો વ્યાસ, ગોળાનો વ્યાસ, છિદ્રની ઊંડાઈ વિગેરે ચોકસાઈપૂર્વક માપી શકાય છે.

સૌજન્ય: gujaratsamachar