કોયલ તો કાળી હોય?
આ છે કોયલ (માદા). નર કોયલ કાળો હોય અને
જે સવારના પેહલા પોરે અથવા સાંજના સુરજ આથમી જાય પછી કૂઉ – કૂઉ - કૂઉ બોલે છે. ભર ઉનાળે નર કોયલ
ખીલતો હોય છે અને ધીમેથી ચાલુ કરી ૭ થી ૮ વાર ઉંચા અવાજે બોલતો હોય છે, અને પછી એકદમ ચુપ થઇ જાય. શિયાળા દરમિયાન તે શાંત રહે. એમ
કેહવાય છે કે માદા કોયલ બોલી નથી શકતી પણ ખરેખર તે ફક્ત કીક – કીક – કીક કરી એક ડાળ થી બીજી ડાળ પર કુદકા
મારે છે. ઘણીવાર તે પાણીના બુલ્બુલીયા જેવો અવ્વાજ કાઢે છે. માદા કોયલ ભૂખરા રંગની
અને તેના ઉપર ઘાટા રંગના છરકા હોય છે. બંને નર અને માદા દેખાવમાં નાજુક અને લાંબી
પૂંછડીવાળા હોય અને બન્નેની આંખ લોહી રંગની તથા નરની ચાંચ સફેદ હોય છે.
કોયલ પોતાનો માળો બનાવતી નથી. અપ્રિલ થી
ઓગસ્ટ ( જે કાગડાનો પણ માળા બનાવવાનો સમય હોય) દરમિયાન તે સાદા કાગડા અથવા જંગલમાં
મહાકાગના માળામાં પત્થરિયા અથવા આછા લીલા રંગના ૭ થી ૧૩ જેટલા ઈંડા મુકે છે. કદાચ
આજ કારણે ઘણા લોકો કોયલ એટલે કાગડાની માદા માની બેસતા હશે.
કોયલ બગીચા, આછા જંગલોમાં, પાંદડા વાળા
વૃક્ષોમાં બેસવાનું પસંદ કરે છે. આમતો કોયલ નો મુખ્ય ખોરાક ફળ અને ટેટા, પણ તે નાની ઇયળો અને જંતુઓ પણ આરોગે. તેની ઉડાન સીધી, લાંબો અંતર તે ઝડપથી બે ચાર વખત પાંખ ફફડાવી પુરો કરે છે..
તેને અંગ્રેજીમાં એશિયન કોયલ અને મરાઠવાડમાં નરને કોકિલ અને માદાને કોકિલા કહે છે.
માહિતી: mayurvaishnav