Republic Day - 2019

06 January 2019

રંગ બદલતા કરોળિયા ક્રેબ સ્પાઇડર



વિશ્વભરમાં હજારો જાતના કરોળિયા જોવા મળે છે. કરોળિયાની બધી જાત પોતાની લાળ દ્વારા જાળું બનાવવાની અદ્ભુત કરામત ધરાવે છે પરંતુ કેટલાક કરોળિયાઓમાં શિકાર કરવા તેમજ શિકારીથી બચવા માટે એનાથી ય વધુ અજાયબ કરામત હોય છે. ક્રેબ સ્પાઇડર નામના કરોળિયા કાચિંડાની જેમ પોતાના શરીરના રંગો બદલી શકે છે. જે રંગની સપાટી પર બેસે તેવા રંગનું શરીર કરી શકે છે.

રંગ બદલતા આ કરોળિયા આસપાસના વાતાવરણનો રંગ ધારણ કરે છે અને તેમાં ભળી જાય છે પરિણામે તે કોઈની નજરે પડતા નથી. આ કરોળિયાનું પેટ મોટું હોય છે. માત્ર એક સે.મી. લંબાઈના આ કરોળિયાના આગલા પગ કરચલાની જેમ વંકાયેલા હોય છે. એટલે તે કરચલા જેવા દેખાય છે અને તેને ક્રેબ સ્પાઇડર કહે છે. આ કરોળિયા જેવા રંગના ફૂલ, પાંદડા પર બેસે તેવા રંગ ધારણ કરે છે. દક્ષિણ અમેરિકાના ગરમ પ્રદેશોમાં જોવા મળતા આ કરોળિયા પતંગિયા અને મધમાખી જેવા નાના જંતુઓનો શિકાર કરે છે.

સૌજન્ય: gujaratsamachar