Republic Day - 2019

06 January 2019

સૂર્યમાળાનો સુંદર ગ્રહ શનિ



સૂર્ય માળામાં રંગબેરંગી રિંગ ધરાવતો શનિ સૂર્યથી છઠ્ઠા ક્રમનો ગેસનો બનેલો ગોળો છે ને પૃથ્વીથી ૯૫ ગણો મોટો છે. આસપાસ રંગબેરંગી રિંગ અને સોનેરી રંગનો આ ગ્રહ ટેલિસ્કોપમાં બહુ સુંદર દેખાય છે.
શનિ કેન્દ્રમાં લોખંડના થોડા જથ્થાની આસપાસ ઘૂમરાતા વાયુઓનો બનેલો વિરાટ ગોળો છે. વિજ્ઞાનીઓ માને છે કે, મધ્યમાં નક્કર કેન્દ્રની આસપાસ શનિ પર એમોનિયા, મિથેન, પાણીની વરાળ વગેરેના ઘટ્ટ આવરણ છે. સપાટી પર હિલિયમ અને હાઇડ્રોજન અતિશય દબાણવાળું આવરણ તેને નક્કર ગોળા જેવું સ્વરૃપ આપે છે.

શનિ પર ઘટ્ટ વાદળોનું આવરણ છે અને લગભગ ૧૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. પૃથ્વી પરનું કોઈ પણ સજીવ શનિ પર જીવી શકે નહિ.

શનિ ત્રાંસી ધરી પર ફરે છે તેનો દક્ષિણ ગોળાર્ધ ઉત્તર ગોળાર્ધ કરતા વધુ ગરમ રહે છે. તે સૂર્યથી પૃથ્વીના પ્રમાણમાં લગભગ ૮૦૦ ગણો દૂર હોવાથી સપાટી પરનું તાપમાન માઇનસ ૧૭૫ ડિગ્રી રહે છે. પરંતુ સપાટી પરના હિલિયમને કારણે તેમાંથી પણ ગરમી પેદા થાય છે.

શનિ પૃથ્વી કરતા મોટો હોવા છતાં ય તેની ઘનતા ઓછી છે. પરંતુ તેનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. શનિનો ખડક પાણીમાં તરે એટલો હળવો હોય છે.

શનિની રિંગ એની વિશિષ્ટતા છે સૌથી મોટી રિંગ બે લાખ કિલોમીટર જેટલી પહોળી અને થોડા હજાર ફૂટ જાડી છે. શનિને કુલ સાત રિંગ છે દરેક રિંગમાં બરફ અને ધૂળના રજકણો અને ટુકડા ચક્રાકાર ઘૂમે છે. શનિને ૪૦ કિલોમીટરથી વધુ વ્યાસવાળા ૬૨ ચંદ્રો છે.

સૌજન્ય: gujaratsamachar