કાચી કેરી, કાચાં લીંબુ વગેરે લીલા રંગના હોય છે. દરેક ફળો કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે. પરંતુ પાકે ત્યારે નરમ, સુંવાળી સપાટી વાળા અને આકર્ષક રંગના થઈ જાય છે. ફળો કાચા હોય ત્યારે તેની છાલમાં કલોરોફિલ હોય છે. આ કલોરોફિલ સૂર્યપ્રકાશની મદદથી ફોટોસિન્થેસીસની પ્રક્રિયા દ્વારા ફળને પકવે છે. ફળ પાકે ત્યારે કલોરોફિલ ખતમ થઇ જાય છે અને કલોરોટપ્લાસ્ટ નામનું દ્રવ્ય બને છે. કલોરોપ્લાસ્ટ પીળા, કેસરી, લાલ અને જાંબુડી રંગનું હોય છે. દરેક ફળ વિવિધ રંગના બને છે. ફળના આકર્ષક રંગ વંશવેલો વધારવામાં ઉપયોગી થાય છે. આકર્ષક રંગથી કિટકો અને પશુ પક્ષીઓ તેનાથી આકર્ષાય છે અને ખાય છે ત્યારે ફળના બીજ જમીન પર પડીને નવા છોડ ઊગે છે. આમ કિટકો અને પ્રાણીપક્ષીઓને આકર્ષવા માટે જ ફળોનાં રંગ આકર્ષક બને છે. તે ઉપરાંત તેમાં સુગંધ પણ ઉમેરાય છે.
સૌજન્ય: gujaratsamachar