Republic Day - 2019

06 January 2019

ઓસ્ટ્રેલિયાનો શરીરે કાંટાવાળો કાચિંડો : થોર્ની ડેવિલ



ઓસ્ટ્રેલિયા એટલે અજાયબ જીવ સૃષ્ટિનો દેશ. ઓસ્ટ્રેલિયામાં વિશ્વમાં કયાંય જોવા ન મળે તેવા વિચિત્ર પ્રાણીઓ થાય છે. ડાયનાસોર જેવા વિકરાળ દેખાવનો કાંચિડો તેમાંનો એક છે. નામ એવા ગુણ ધરાવતો થોર્ની ડેવિલ કાચિંડો કદમાં નાનો પણ વિકરાળ મોં ધરાવે છે. જો કે સ્વભાવે તે નિર્દોષ અને અહિંસક છે.

ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં થોર્ની ડેવિલ જોવા મળે. રણની રેતીમાં સહેલાઈથી દેખાય નહીં તેવો રેતીના રંગનો જ આ કાચિંડો ૨૦ સેન્ટીમીટર લાંબો હોય છે. તે વાતાવરણ પ્રમાણે શરીરનો રંગ બદલી શકે છે. તેની પીઠ પર બીજું માથું હોય તેવું ઢીમચું હોય છે. આ માથું તેનું રક્ષણ કરે છે. કોઇ શિકારી પ્રાણી તેની પર હુમલો કરે ત્યારે તે અસલ માથું બે પગ વચ્ચે સંતાડી દે છે. અને પીઠ પરનું ઢીમચું ઊંચુ રાખે છે. શિકારી પ્રાણી છેતરાઈ જાય છે અને હુમલો કરે તો થોર્ની ડેવિલના કાંટાથી પોતે જ ધાયલ થઈ જાય. થોર્ની ડેવિલ કીડી મકોડા જેવા નાના જંતુઓ ખાઈને જીવે છે. તે શરીરમાં હવા ભરીને પોતાનું કદ મોટું કરી દડા જેવો થઈ શકે છે. તેના શરીર પર સંખ્યાબંધ તીક્ષ્ણ કાંટા હોવાથી તેની નજીક કોઈ જઈ શકે નહીં.

સૌજન્ય: gujaratsamachar