Republic Day - 2019

06 January 2019

આકાશમાંથી કૂદકો:પેરેશૂટ



વિમાન કે હેલિકોપ્ટરમાંથી જરૃર પડે તો કૂદી પડવા માટે પેરેશૂટનો ઉપયોગ થાય છે. પેરેશૂટ એટલે મજબૂત કાપડ કે પ્લાસ્ટિકની બનેલી વિશાળ છત્રી. તેની નીચે માણસ લટકી શકે તેવી દોરી અને પટ્ટા હોય છે. નીચે પડતી વખતે પેરેશૂટની છત્રીમાં હવા ભરાય અને તેને અવરોધ લાગે એટલે તે જમીન પર ધીમે ધીમે ઉતરાણ કરે છે. પેરેશૂટનો ઇતિહાસ પણ રસપ્રદ છે.

પેરેશૂટની શોધ ઇ.સ. ૧૭૮૩માં સેબાસ્ટિયન લેનોર્મેન્ડે કરેલી. તે સમયે વિમાન નહોતા એટલે પર્વતો કે ઊંચી ઇમારતો પરથી કૂદકો મારતા. હોટ એર બલૂન હતાં તેમાંથી પણ કૂદકો મારવાના પ્રયોગો થાય. ૧૭૮૫માં હીટ એર બલૂનમાંથી કૂતરાને કૂદકો મરાવી પેરેશૂટના ઉપયોગની શરૃઆત થઈ. બ્લાન્યાર્ડ નામના એન્જિનિયરે રેશમના કાપડમાંથી પેરેશૂટ બનાવેલી. ઇ.સ. ૧૭૯૭માં એન્ડ્રયુ ગાનેટી નામના સાહસિકે ૩૦ ફૂટના વ્યાસની વિશાળ પેરેશૂટ દ્વારા ૮૦૦૦ ફૂટની ઊંચાઈએથી કૂદકો મારેલો. ત્યાર બાદ અનેક વિક્રમો સર્જાયા છે. કાપડ અને ડિઝાઇનમાં ફેરફાર કરીને ઘણા પ્રકારની આધુનિક પેરેશૂટ બનવા લાગી છે.

સૌજન્ય: gujaratsamachar