વીંછી, સાપ અને કિટકોના શરીર નાજુક અને નાના હોય છે. તેઓને પોતાના રક્ષણ તેમજ શિકાર કરવા માટે કે ખોરાક મેળવવા માટે ડંખ હોય છે. વીંછીમાં આ ડંખ તેની પૂંછડીમાં હોય છે તો અન્ય કિટકોમાં મોઢામાં હોય છે. ડંખ એટલે એક નાનકડો દાંત અથવા તો પોલી અણીદાર સોય. વીંછી અને સાપના ડંખ માણસ કે અન્ય પ્રાણી માટે ઝેરી હોય છે. ઝેરી ડંખથી માણસ બેભાન બની જાય છે અને ક્યારેક મૃત્યુ પણ પામે છે. વીંછીની પૂંછડી ઉપરના તીક્ષ્ણ ડંખ સાથે એક નાનકડી કોથળી જોડાયેલી હોય છે તેમાં ઝેરી પ્રવાહી હોય છે. ડંખ મારતાંની સાથે જ આ પ્રવાહી શિકારના શરીરમાં પ્રવેશે છે. માખી, મધમાખી, મચ્છર જેવા કિટકો પણ ડંખ મારતાં હોય છે. પણ તે ઓછી માત્રામાં હોય છે. જો કે સાપ અને વીંછીમાં થોડી જાતના જ સાપ અને વીંછી ઝેરી હોય છે.
સૌજન્ય: gujaratsamachar