કોઈ કોઈ પંખીના રંગ એવા હોય છે કે
તેઓ સ્થિર ઉભાં હોય કે બેઠાં હોય તો આસપાસની જમીન સાથે એવા ભળી જાય કે ઝટ નજરે ન
ચડે. બધી ગારખોદ આવાં પંખી છે. આપણે ત્યાં ત્રણેક જાતની ગારખોદ ચોમાસા બાદ આવે છે.
પાણી કાંઠાના કાદવવાળા ભાગમાં તે
રહે. કાદવની અંદર રહેલાં જીવડાં પકડવા માટે તેમની ચાંચ ઘણી અનુકૂળ. ચાંચના છેડાનો
ભાગ બહુ સંવેદનશીલ. કાદવમાં ઊંડે રહેલાં જીવડાની હાજરીને તેનાં વડે તે પારખી લે
અને પકડીને બહાર કાઢી ખાઈ જાય. ચરતાં
ચરતાં ભય લાગે ત્યારે સ્થિર થઇ જાય. તમે નજીક જવ ત્યારે અચાનક અવાજ કરીને અતિ
ઝડપથી આડીઅવળી થતી ઉડી જાય. નાનાં મોટાં જળાશયોના કિનારે દેખાય. સમુહમાં નહિ, પણ
છુટક છુટક જોવા મળે.
માહિતી : લાલસિંહ રાઓલ