માછલી ઘર તો તમે જોયા હશે પરંતુ અમેરિકામાં વિશ્વના સૌથી મોટા માછલીઘરમાં તો તમે દરિયામાં તરતી શાર્ક માછલીઓ જોઈ રહ્યા હો તેવો અનુભવ થાય છે. એટલાન્ટામાં આવેલું જયોર્જિયા એકવેરીયમ પાંચ લાખ ચોરસફૂટ જગ્યા રોકે છે. અને એક લાખ જેટલી જાતજાતની માછલીઓ ત્યાં જોવા મળે છે. ૪૦ ફૂટ લાંબી શાર્ક માછલીની નર- માદાની જોડી આ માછલીઘરની ખાસ વિશેષતા છે.
મીઠા અને ખારા પાણી એમ બે વિભાગોમાં વહેચાયેલા આ માછલીઘરમાં જીવંત માછલીઓ જોવા ઉપરાંત સમુદ્રી જીવોના અભ્યાસ અને માહિતીને લગતા પ્રદર્શનો પણ છે. તદ્ ઉપરાંત માછલીના જીવન વિષેની ફિલ્મો દર્શાવતું થિયેટર પણ છે. અહીં ૧૧૦૦ લોકો એક સાથે બેસી ભોજન લઈ શકે તેવું રેસ્ટોરન્ટ અને બાળકોને પ્રિય એવી રાઈડ્સવાળા ઉદ્યાન પણ છે.
સૌજન્ય: gujaratsamachar