Republic Day - 2019

06 January 2019

ન્યુઝીલેન્ડનું ત્રણ આંખવાળું: ટુઆટારા



દરેક પ્રાણીને બે જ આંખ હોય છે પરંતુ એક ત્રણ આંખવાળું પ્રાણી પણ છે. ન્યુઝીલેન્ડમાં જોવા મળતું ટુઆટારા ત્રણ આંખ ધરાવે છે. મગર જેવા દેખાવનું પણ મગર કરતા નાનું આ પ્રાણી લીલા રંગનું હોય છે. બેથી અઢી ફૂટ લંબાઈના કાચિંડા જેવા ટુઆટારાના માથા પર ત્રીજી આંખ હોય છે. જો કે મોટી ઉંમરના ટુઆટારાની આ ત્રીજી આંખ ચામડી નીચે ઢંકાઈ જાય છે.

આ ત્રીજી આંખ  તેને સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવવા માટે હોય છે. તેમ વિજ્ઞાનીઓ માને છે. ટુઆટારાનું માથુ કાચિંડા જેવું હોય છે. પરંતુ તેનું ઉપલું જડબું ચાંચની જેમ આગળ લંબાયેલું હોય છે, જે તેના નીચલા જડબામાં દાંતની બે હાર હોય છે. તેની બંને આંખો જુદી જુદી દિશામાં જોઈ શકે છે. તેની આંખમાં અજવાળા અને અંધારામાં જોવા માટે જુદા જુદા પ્રકારના કોષો હોય છે. તે મોટે ભાગે રાત્રે શિકાર કરવા નીકળે છે અને નાનાં જીવડાં ખાઈને જીવે છે.

સૌજન્ય: gujaratsamachar