Republic Day - 2019

12 January 2019

Oriental Honey Buzzard


મધીયો બાજ – Oriental Honey Buzzard

મધીયો બાજ આપણા ત્યાં જોવા મળતું એક શિકારી પક્ષી બર્ડ ઓફ પ્રે અથવા હોક છે. સાઈઝ તેની સમડી જેટલી. સામાન્ય રીતે જોતા નર-માદા નાં દેખાવ માં ખાસ ફેરફાર જોવા નાં મળે પરંતુ પક્ષીવિદો નાં મત પ્રમાણે નર ની સાઈઝ માદા થી થોડી નાની હોય, નરની ડોક સહેજ લાંબી, માથું થોડુંક વાદળી રાખોડી ઝાંય વાળું અને માથે નાની ચોટલી જોવા મળે. નર ની પૂંછડી સહેજ લાંબી અને સફેદ પટ્ટા વાળી હોય. જયારે માદા નું માથું બ્રાઉન જોવા મળે. મિત્રો, શિકારી પક્ષીઓ તેમના જીવન નાં વિવિધ તબક્કા ઓ દરમ્યાન અલગ અલગ રૂપ રંગ ધારણ કરતા હોય છે તેથી શિકારી પક્ષીઓની ઓળખ પક્ષીવિદો માટે પણ એક ચેલેન્જ જેવી પુરવાર થાય છે. શિકારી પક્ષી ઓ ને બરાબર ઓળખવા માટે ખુબ વધારે ફીલ્ડવર્ક અને ધીરજ ની જરુર પડે. તે છતાં પણ મધીયા બાજ ની એક વિશિષ્ટ ઓળખ આપવી હોય તો તે છે તેની ડોક, ધ્યાન થી જોતા તેની ડોક બીજા શિકારી પક્ષી ઓ કરતા સહેજ નમણી લાગેલગભગ કબુતર ની ડોક જેવા આકાર ની.
મધીયો બાજ આમતો જંગલ નું પક્ષી છે, તે છતાં તે ગામ ની સીમ, વગડા માં જોવા મળી જાય, કવચિત શહેરી વિસ્તાર માં પણ દેખા દે. મધીયો બાજ તેના નામ પ્રમાણે મધ ખાવાનો શોખીન. મધપુડા માં ચાંચ મારી ને મધપૂડો ખાય, મધ એનું પ્રિય ખોરાક પણ અન્ય નાના જીવો નો પણ શિકાર કરે.
મધીયા બાજ ની બ્રીડીંગ સીઝન માર્ચ થી જુલાઈ ની ગણાય. ઉંચા વૃક્ષ પર માળો બાંધે. મધીયો બાજ માઈગ્રેશન પણ કરે છે, ઘણા અહીં સ્થાનિક વસવાટ કરે છે પણ માર્ચ થી શરુ કરીને બહાર નાં દેશો માંથી પણ ઘણા બધા મધીયા બાજ અહીં આવે અને લગભગ ઓગસ્ટ સુધી રોકાય. દક્ષિણ ભારત માં મોટા ભાગ નાં મધીયા બાજ સ્થાનિક છે.
માહિતી :- Jagdish Pandya