Republic Day - 2019

02 April 2018

કરંજ



કરંજ :  દાત પેઢાના રોગ, રકતશોધકં
અંગ્રેજી : Indian beech                                                               લેટીન : Pongamia pinnata
કેટલીક જગ્યાએ એને પાપડી, સૌરાષ્ટ્રમાં ચરેલ અને હીન્દીમાં ચીરબીલ કહે છે. કરંજનો સ્વાદ તીખો, કડુચો, સહેજ કડવો, તુરો હોય છે. કરંજના બીજનું તેલ ત્વચાના અનેક રોગોમાં ઉપયોગી છે. ગુજરાતમાં કણઝા નામે એક મોટું વૃક્ષ થાય છે, જેનો ઔષધમાં ઉપયોગ કરી શકાતો નથી, કેમ કે એ બહુ જ ગરમ છે.
 કરંજનું દાતણ કરવાથી દાંત બગડતા નથી, મોંની દુર્ગંધ મટે છે, ચીકાશ દુર થાય છે અને આહાર પર રુચી ઉત્પન્ન થાય છે.