Republic Day - 2019

24 April 2018

બુલબુલ / Bulbul


બુલબુલ :
Red-vented Bulbul -બુલબુલ

White-eared Bulbul -
રણ બુલબુલ
બુલબુલ નામનું એક પંખી છે, તે લગભગ બધા જાણે. તેને ઓળખી બતાવશો એમ કહો તો મોટા ભાગના લોકોને બોચી ખંજવાળવાનો વારો આવે.
બુલબુલ કદમાં કાબરથી નાનું. વીસ સેન્ટિમીટરની તેની કાયા. બૂઠી કલગીવાળું માથું,  ડોક અને ગળું કાળા રંગનાં. ઢીઢું સફેદ. બાકીનું ઉપલું શરીર તપખીરિયા રંગનું. તેમાં સફેદ વલયાકાર ભાત. પેટાળ સફેદ. પૂંછડીની નીચે લાલ હિંગળોકિયા રંગનું ચકદું. બુલબુલ ઓળખવાની તે સહેલી નિશાની. નર, માદા દેખાવે સરખાં.
આ સિવાય બીજાં ત્રણ જાતનાં બુલબુલ આપણે ત્યાં થાય છે. તેમાં સિપાહી બુલબુલ (રેડ વ્હીસ્કર્ડ બુલબુલ) અને રણ બુલબુલ (વ્હાઈટ ઈયર્ડ બુલબુલ) આપણા બુલબુલને ખૂબ મળતાં આવે. તેમને જોતાં તે બુલબુલની જ બીજી જાત છે એ તરત ખ્યાલમાં આવે. સફેદનેણ બુલબુલ દેખાવે અને રીતભાતે અલગ. વૃક્ષોને બદલે તે ગીચ છોડઝાંખરામાં ફરે, ચરે. સ્વભાવે બહુ શરમાળ. પોતાના રહેઠાણની બહાર બહુ ઓછું નીકળે. તેની આંખ ઉપર સફેદ પટ્ટી જેવી લાંબી નેણ છે. તેને ઓળખવાની તે એક નિશાની. વળી તે બોલકણું વધારે છે. તેની હાજરીની જાણ આપણને તેના અવાજથી થાય. રણ બુલબુલ સમગ્ર ગુજરાતના ઓછાં વૃક્ષોવાળા પ્રદેશ અને કાંટ્યોમાં વસે છે. પ્રજનનઋતુ મુખ્યત્વે ચોમાસું. નાના છોડ કે વાડમાં માળો કરે. સુગઠિત સરસ મજાની વાટકી જેવો તે હોય. એવી જગ્યાએ તે કર્યો હોય કે ઝટ નજરે ન ચડે.
બાગબગીચા, ઘર, વાડી કે પાદર એમ બુલબુલ આપણી નજીક વસે છે. મોટે ભાગે વૃક્ષચર પંખી. છોડ, ઝાડમાં ફરતું રહે. જંગલી ફળફળાદિ ખાય તેમ જીવાત પણ ખાય.
માહિતી : લાલસિંહ રાઓલ