શીમળાના વૃક્ષો
સમગ્ર ભારતમાં થાય છે,તેના વૃક્ષો ખૂબ જ મોટા, ઘટાદાર આને આશરે સો-દોઢસો ફૂટ ઉંચા
થાય છે. શીમળાનું વૃક્ષ આશરે ૨૦૦થી ૩૦૦ વર્ષ જેટલું સ્થિર આને દીર્ઘ આયુષ્ય ભોગવે
છે, એટલે સંસ્કૃતમાં તેને ‘સ્થિરાયું’ કહે છે. વૃક્ષના સર્વાંગે શંકુ આકારના મજબૂત
કાંટા હોય છે. વસંત ઋતુમાં લાલ રંગના મોટા પુષ્પો આને ચૈત્ર માસમાં તેને ફળો આવે
છે. શીમળાના વૃક્ષમાંથી વિશેષ પ્રકારનો ગુંદર નીકળે છે. તેને મોચરસ કહે છે.
આયુર્વેદ પ્રમાણે
શીમળો સ્વાદમાં મધુર, આને તુરો, ઠંડો, પચવામાં હળવો, ચીકાશયુક્ત, પુષ્ટિકાર,
બલપ્રદ, વીર્યવૃદ્ધિકર, રસાયન તથા રક્ત્સંગ્રહી છે. તે પિત્ત, રક્તદોષ આને
રક્તસ્રાવને મટાડનાર છે. તેનો ગુંદર (મોચરસ) મરડો, ઝાડા, રક્તસ્રાવ આને શરીરની
ગરમી નાશ કરનાર છે.