Pied Kingfisher : કાબરો કલકલિયો
આ પક્ષી કાબર અને કબૂતર
વચ્ચેનું કદ ધરાવે છે. શરીર ઉપર કાળાં-ધોળાં ટપકાં અને રેખાઓનું ચિતરામણ હોય છે.
ચાંચ, કાળા રંગની અને ખંજર જેવી
અણીદાર હોય છે. છાતી ઉપર બે કાળા કાંઠલા હોય છે. માદા દેખાવમાં સરખી, પરંતુ કાંઠલો, એક જ અને વચ્ચેથી જાણે કે
તૂટેલો હોય છે, નદી કે ઝરણાને કિનારે ખડક
ઉપર એકલું અટુલું કે જોડકામાં બેસેલું જોવા મળે છે.
સમગ્ર ભારત, બંગલાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકામાં વસે છે.
શિકાર માટે પાણી ઉપર હેલિકોપ્ટરની જેમ હવામાં એક જગ્યાએ સ્થિર રહે છે. શિકાર
જોતાંવેંત પાંખો સંકેલી પાણીમાં ડૂબકી મારી માછલી પકડે છે. તેને ચાંચમાં પકડી ખડક
ઉપર પટકી પટકીને મરણતોલ કરે છે અને ગળામાં ઉતારે છે. હવામાં હોય છે ત્યારે
ચીરૂક-ચીરૂક અવાજ કરે છે.