Republic Day - 2019

24 April 2018

Eurasian Coot / ભગતડું


Eurasian Coot : ભગતડું - એક જળચર પક્ષી

દસાડી, આડ, અથવા ભગતડું (અંગ્રેજી: Eurasian Coot), (Fulica atra) એ એક જળચર પક્ષી છે, જેનું કદ મારઘીથી નાનું છે. તેરના કપાળે સફેદ ચામડી છે.વાળી તેની ચાંચ પણ રાખોડી ધોળી. બાકીનું આખું શરીર કાળું. પગ લીલા રંગના. પૂંછડી સાવ ટૂંકી. નર-માદા દેખાવે સરખા.  ચોમાસા બાદ નાનાં તળાવોમાં નાની સંખ્યામાં જોવા માળે. ઠંડી શરૂ થતાં અનુકૂળ જળાશયોમાં મોટી સંખ્યામાં આવે.
આ પક્ષી તાજા પાણીના તળાવો અને સરોવરોમાં પ્રજનન કરે છે. તેનો ફેલાવો યુરોપ, ઓસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકામાં છે. હાલમાં ન્યુઝીલેન્ડમાં પણ તેમનો વિસ્તાર થયો છે. આમ તો આ આખા વિસ્તારના મધ્યભાગમાં તેનો ફેલાવો છે પણ શિયાળામાં જ્યારે પાણી થીજી જાય છે ત્યારે તે એશિયાથી છેક દક્ષિણ અને પશ્ચીમ તરફ સ્થળાંતર કરે છે. આ પક્ષી 3242 સે.મી. લંબાઈ અને 5851100 ગ્રામ  વજન ધરાવે છે,  કપાળના ભાગે સફેદ અને બાકીના શરીરે કાળો રંગ ધરાવે છે.
પાણીમાંની વનસ્પતિ, તેમનાં બીજ, જીવડાં, માછલી વગેરે તેનો ખોરાક.