સર્પગ્રીવા કે સર્પગ્રીવ:-
(અંગ્રેજી: Oriental Darter, Indian Darter, સંસ્કૃત: મુદૃગ, હિન્દી: પનવા, પનડુબ્બી) (Anhinga melanogaster ) એ ઉષ્ણકટિબંધીય દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાનું મોટું જળપક્ષી છે.
સર્પગ્રીવાને સીધી અણીદાર ચાંચ ધરાવતી લાંબી અને પાતળી ગરદન હોય છે. તે પાણીમાં ડૂબકી લગાવી માછલીનો શિકાર કરે છે. તે પાણીમાં માછલીને પોતાની ભાલા જેવી ચાંચમાં પરોવી દે છે અને પછી પાણી બહાર માથું કાઢી, માછલીને હવામાં ઉછાળી અને ચાંચથી પકડી પાડી ગળી જાય છે. પાણીમાં તરતી વખતે તેનું શરીર પાણીની અંદર રહે છે અને માત્ર ડોક જ બહાર દેખાય છે, જે સર્પ જેવી લાગતી હોવાથી તેને "સર્પગ્રીવા" (સંસ્કૃત : ગ્રીવા=ગરદન, ડોક) અને ક્યારેક અંગ્રેજીમાં પણ "snakebird" તરીકે ઓળખાવાય છે. કાજિયાની જેમ આના પીંછા પણ ભીંજાય તેવા હોય છે એથી ઘણેભાગે પાણી બહાર, આસપાસના ખડકો પર પોતાની પાંખો સુકવતા જોવા મળે છે.