Republic Day - 2019

18 April 2018

દેવચકલી


દેવચકલી : Indian Robin


ચકલીના કદનું, કાળા રંગનું, ગાનપ્રિયતાને લીધે ઇન્ડિયન રોબિનનું બિરુદ પામનાર જાણીતું પક્ષી.
દેખાવ ચકલી જેવો, રંગ કાળો, પાંખમાં ધોળું ધાબું અને પૂંછડીની નીચે લાલ રંગ - એ દેવચકલીની ઓળખ છે. દેવચકલી ખૂબ શુકનિયાળ પક્ષી ગણાય છે. ભારતીય લોક્સાહિત્યમાં તેનો ઉલ્લેખ વારંવાર આવે છે.
દેવચકલીને પૂંછડી અક્કડ રાખીને સામાન્ય રીતે સજોડે ફરવાની ટેવ હોય છે. ખોરાકમાં મુખ્યત્વે જીવાત ખાય છે. અનાજના દાણા ખાતી નથી. ઊધઈ તેનો પ્રિય ખોરાક છે.
દેવચકલીનો કંઠ ખૂબ મધુર હોય છે. તે ઝીણી મીઠી સિસોટી મારે છે. આ ગાયક પક્ષી પ્રજનનકાળમાં માદાને રીઝવવા તેની આસપાસ નૃત્ય કરે છે અને ગાય છે.
દેવચકલી ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત અને કચ્છમાં વધારે જોવા મળે છે.
તે ડુંગરાઓમાં, બગીચાઓ કે વાડીઓમાં રહેવાનું પસંદ કરે છે. મનુષ્યવસ્તીમાં તે નિર્ભયપણે ફરતી જોવા મળે છે.